
મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે મોટા સોનેલા મતદાન મથકની લીધી મુલાકાત: ચૂંટણી પ્રક્રિયાનું કર્યું નિરીક્ષણ


**
રિપોર્ટર…
અમીન કોઠારી
મહિસાગર
મહીસાગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકશાહીના આ પર્વમાં મતદાન પ્રક્રિયા ન્યાયી, પારદર્શક અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર સીધી દેખરેખ રાખી રહ્યા છે.
જે અંતર્ગત જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે મોટા સોનેલા પ્રાથમિક શાળા ખાતે ઊભા કરવામાં આવેલા મતદાન કેન્દ્રની અચાનક મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ મતદાન કેન્દ્ર પર ચાલી રહેલી પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
વધુમાં, વર્તમાન ગરમીના માહોલને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ મતદારો માટે પીવાનું પાણી અને વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગો માટે સુવિધાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ છે કે કેમ તેની જાતમાહિતી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો.



