
નર્મદા જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ, રાજપીપળા નગરપાલિકામાં ઐતિહાસિક 72 ટકા મતદાન નોંધાયું
નર્મદા જિલ્લા પંચાયત માં 75 ટકા મતદાન તાલુકા પંચાયતોમાં 80 ટકા મતદાન નોંધાયું
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે નું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું. જિલ્લા પંચાયત,1 નગરપાલિકા અને 6 તાલુકા પંચાયતની 150 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી 45 ડિગ્રી તાપમાન માં વહેલી સવાર થી મતદાન કરવા લાંબી કતારો લગાવી હતી.

જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની 150 બેઠકો માટે 636 બુથ પર 4,39,762 મતદારો એ મતદાન કર્યું હતું. જિલ્લાના 150 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર પણ શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું.

રાજપીપલા નગરપાલિકાની 2 બેઠકો પહેલાથી ભાજપ ની બિનહરીફ થઈ હતી અને 26 બેઠકો માટે મતદાન યોજાયું જેમાં રાજપીપલા નગરપાલીકાની ગત ચૂંટણીમાં થયેલ મતદાન નો રેકોર્ડ તૂટ્યો, વર્ષ 2021માં રાજપીપલા નગરપાલિકામાં 66.78% મતદાન થયું હતું અને આ વર્ષે 72 ટકા મતદાન નોંધાયું મતદારો નો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો.

ઉનાળા ની કાળઝાળ ગરમી ને લઈ ગામડા માં વહેલી સાવરથી જ લાઈનો લાગી મુક્ત,ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે 1762 સુરક્ષા જવાનો સહિત 5412 અધિકારી, કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે મતદાન થયું જેમાં 70 ટકા જેટલું મતદાન નોંધાયું છે. તથા નાંદોદ તાલુકાની 18 તિલકવાડા તાલુકાની– 16, ગરુડેશ્વર તાલુકાની-16, દેડીયાપાડા તાલુકાની-18, ચીકદા તાલુકાની- 16 અને સાગબારા તાલુકાની-18 એમ કુલ 102 બેઠકો તથા રાજપીપળા નગરપાલિકાના વોર્ડની 26 બેઠકોની ચૂંટણી યોજાઈ જેમાં તાલુકાના બૂથમાં 80 ટકા મતદાન નોંધાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે ગરમીના પ્રકોપ સામે પણ નર્મદા જિલ્લાની જનતા એ ઊંચું મતદાન કરી ને રાજકીય પાર્ટીઓ ને ચિંતામાં મૂકી દીધા છે. કેમકે આ ઊંચું મતદાન કોના તરફ વિજય રથ મોકલે છે તે આગામી 28 તારીખે ખબર પડશે.




