THARADVAV-THARAD

વાવ – થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ – થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા આજે અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં સંપન્ન થઈ છે. ઉનાળાની ગરમીની વચ્ચે વહેલી સવારથી જ જિલ્લાના વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં યુવાનોથી લઈને વૃદ્ધોએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વને વધાવ્યો હતો.

 

ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી અને પારદર્શી બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરેક બૂથ પર પીવાના પાણી, છાંયડો અને વૃદ્ધો માટે વ્હીલચેર જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેથી મતદારોને કોઈ અગવડ ન પડે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ પણ ખંતપૂર્વક પોતાની જવાબદારી નિભાવી મતદાન પ્રક્રિયાને સુગમ બનાવી હતી.

 

મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ (EVM) મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નિયત કરેલા સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. જિલ્લાના પોલીસ વિભાગ સહિતના કર્મયોગીઓએ વયોવૃદ્ધ અને અશકત અનેક નાગરિકોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે મદદ પૂરી પાડી હતી.

 

Back to top button
error: Content is protected !!