જ્યાં રોટલો ત્યાં હરિ ઢુકડોના મંત્ર સાથે સેવાયજ્ઞ

જામનગરમાં ગુલાબનગરમાં અન્ન ક્ષેત્ર અનેક ભુખ્યા માટે આશાની ઓથ
જામનગર
સાંપ્રત સમયમાં બે ટાઇમ પેટ ભરીને જમવુ એ ઘણાને પરવડે નહી એ મોટો પડકાર છે તો બીજા ખર્ચ માટે વાત જ કેમ કરવી? એવો કસોટીકાળ અનેક પરીવારોનો છે.

આઇ લવ જામનગર-ચેનલએ આ સેવાક્ષેત્ર સમાન અન્નક્ષેત્રના અહેવાલ અભિપ્રાય વગેરેનું ચિત્રાંકન પણ કર્યુ




સંચાલક શૈલેષભાઇ




[ જમવા આવેલા ભુખ્યાજનો માટે પીરસેવાની સેવા કરતા પત્રકાર દંપતી તેમજ અનેક સેવાભાવી વડિોલોની તેમજ ભોજનલેનારાઓની જુદી જુદી તસવીરો ઉપર ]
આ અહેવાલની વાત આગળ વધારીએ તો……
જામનગરમા ગુલાબનગરમાં શ્રી શૈલેષભાઇ (આવી વ્યવસ્થા કરનાર તેઓના નામની આગળ શ્રી લાગે તેના અધીકારી છે)સંચાલીત અન્નક્ષેત્ર ગુલાબનગર બીજા ઢાળીયે બસ સ્ટોપ પાસે નવાનગર બેંક સામે દરરોજ સાંજે ચાલે છે
દરરોજ એક ટાઇમ સાજે જમાડે છે અને એન ઘણા માણસો એવા છે કે આજે સાંજે જયમા હોય પછી ઈ સીધા જ બીજે દીવસે સાજે જમે છે તેવા પણ અનેક લોકો જે ચોવીસ કલાકે એકવાર જમતા હોય એવા પણ માણસો છે જે અહી અન્નક્ષેત્રનો જમવા માટે લાભ લે છે
દરમ્યાન જામનગરની જાણીતી પેઢી કાંત મોબાઇલ વાળા રાજુભાઇ સહિતના અનેક દાતાઓ આ અન્નક્ષેત્રમાં દાન આપે છે કોઇ અનાજ ચોખા શાકભાજી ચુલા વગેરે આપે છે તો કોઇ શ્રમદાનની રસોઇ બનાવવી પીરસવુ વગેરે સેવાઓ પણ આપે છે
આપણે એવા યુગમાં જીવીએ છીએ જે અનિશ્ર્ચિતતાનો યુગ છે કોની ઉપર ક્યારે શું વિતશે તે નક્કી નથી સમયની થાપટ કે કોઇવાર માનવસર્જીત મુશ્કેલીઓ કે નસીબ માણસને બનાવી પણ દે વેરવિખેર પણ કરી દે છે ત્યારે કહે છે ને કે ……હજાર હાથ વાળો ભુખ્યા જગાડશે પણ ભુખ્યા સુવાડશે નહી……..આ સ્થિતિનો ચિતાર હજારો નબળા વર્ગના માણસોના જીવનમા ડોકીયુ કરવાથી મળે છે જેમની પાસે પાથરણ પણ નહોય કોઇ રોજગાર પણ ન હોય ટાંઢે છાયે બેસીને ગુલબાંગ હાંકનારને હજુ ય કદાચ ખબર નહી હોય કે અસંખ્ય ગરીબ વર્ગ પુરતા રોટલા ભેગાય નથ થાતા તો આપણે ભણતર ગણતર અને મેડીકલ સેવાઓની ડાહી ડાહી વાત કરીએ એ આ ગરીબ લોકોને સપનામાં પણ ન આવે ત્યારે આ અન્નક્ષેત્રના સંચાલક શૈલેષભાઇ કહે છે કે કોઇ બિમાર હોય દિવ્યાંગ હોય બુઝુર્ગ હોય તો તેઓના ઘરેવઅમે ટીફીન પહોંચાડીએ છીએ …..ત્યારે અમુક લોકોએ એવા અભિપ્રાય આપ્યા કે સોનાના દાન ભલે કરો પણ એકાદ સોનાનો ટુકડો આવા અન્નક્ષેત્રમા આપશો તો હરિ ઢુકડો થશે. એક સંયુક્ત પરીવાર હોય પાંચ છ પુરૂષો બાળકો અને મહિલાઓ નો માનો કે જુના રીવાજ મુજબ મોટો પરીવાર હોય ભગવાને આશરો ને રોટલો પુરતા આપ્યા હોય તો પણ આખા પરીવાર માટે રસોઇ બનાવવામાં પીરસવામા શાકભાજી લઇ આપવામા કે અનાજ મસાલાના પૈસા ચુકવવામાં અમુકને બળ પડતુ હોય તો વિચાર કરો આવા અન્નક્ષેત્રોના જ્યા દરરોજ કોઇ ઓળખાણ પીછાણ વગરના લોકો અને અનેક તો બિચારા સમયના ઘા ઝીલીને શરમાતા શરમાતા અહીજમવા આવતા હોય અથવા તેમના બાળકો ભુખ્યા થયા હોય તો જમવા લઇ આવે ત્યારે એક બાજુ ગરીબી એક બાજુ ભુખમરો તે વચ્ચે અમુકના પગ પણ માંડ ઉપડ્યા હોય કે હાલો હોજરીની આગ અન્ન ક્ષેત્ર મા જઇ ઠારીએ આ અન્નદાન મહાદાન છે જેમ પાણીનુ દાન આશરાનુ દાન સારવાર માટે દાન ભણતર માટે દાન વગેરે અનેક પ્રકારના દાન જો માનવતાનુ ઝરણુ વહે તો દાન કરવુ ગમે નહીતર કોઇની પીડા સમજાય નહી
અહી સંચાલક શૈલેષભાઇએ કહ્યુ કે હાલ યુધ્ધ ની સ્થિતિમાં થોડીઝાઝી કૃત્રીમ મોંઘવારી રાંધણગેસ વગેરેની અછત અનેક પરીવારને રોજગારની ચિંતા કોઇ બિમારીમા ચિંતિત તો કોઇનુ માત્ર ભીક્ષા ઉપર જ ગુજરાન ચાલતુ હોય તેઓ આવા અન્નક્ષેત્રમાં જઇ જમી આવે છે
આ તમામ ચર્ચાઓ વાસ્તવીકતાઓ અને સ્થિતિઓ તેમજ લોકોની જરૂરીયાત જાણતા જામનગરના જાગતા પ્રહરી દંપતી પરેશભાઇ હસમુખરાય દવે ( તંત્રી -માનસપ્રેમ અખબાર) તેમજ નયનાબેન પરેશભાઇ દવે (પત્રકાર અને મીડીયા ટ્રેકર-કન્સલ્ટન્ટ) આ અન્નક્ષેત્રમાં રવિવારે તારીખ ૨૬/૪/૨૬ના સાંજે સેવા આપવા ગયા હતા
અનેક શહેરીજનો અમુક કલમઘસુઓ વગેરે આ વિસ્તારમાં પોતાના અંગતકામસર અને સ્વાર્થ સર જતા હોય પણ આ અન્નક્ષેત્ર અને પેટનીભુખ અને જીવનીભીખ ઉપર નભતા લોકોના જીવનમાં ડોકીયુ કરવાનો સમય તેઓની પાસે હોય તો ને???
_______
લાસ્ટ બોલ…….એક વગડા જેવા વિસ્તારમાં કંતાનને છાયે કોઇ પરીવાર રહેતા હતા…..તો એકવખત વંટોળનો વાયરો અને અતીભારે વરસાદ શરૂ થયો…..આ આધાર વગરનો પરીવાર ઓથ ગોતતો ગોતતો એક પથ્થરની કોતર સુધી પહોંચ્યો જ્યા આડશ ઓથ મળે એમ હતુ…..અને પેલા બેન એ કંતાનનો કટકો જીવની જેમ સાચવીને ભેગો રાખ્યો હતો…….ઓથ મળતા બે ય માણસ કંતાનના કટકાનો એક એક છેડોપકડી વરસાદ વંટોળીયાથી બચવા એ પથ્થરનીકોતરમા ઉભા રહી ગયા …..ત્યા તકલીફ ન હતી આ વાવાઝોડા-વરસાદની એટલે થોડોક હાશકારો તેઓને થયો…….પછી એ બેન એ તેમના પતીને પુછ્યુ……..કે……આપણે તો હાલો આ ઓથ ય મળી ગઇ પણ ગરીબ લોકોનુ શું થતુ હશે…….???( આ અમીરી છે ગરીબી નથી ……મારા ભાઇ આ અમીરી ખુટે છે ગુજરાત સમૃદ્ધ છે અને આવા સેવાક્ષેત્રોથી ક્યાંક ક્યાંક અમીરી પણ છલકે છે…….એ ……દિલના….અમીરીના સૂર રેલાવે ….તેવા…..તાર ઝણઝણાવાની વાત છે ને??
______________
—રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
પત્રકાર
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi)
8758659878
bhogayatabharat@gmail.com








