


ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા, તા. 26 એપ્રિલ: દ્વારા તેના 114મા સ્થાપના દિવસની ઉજવણી રવિવારની રજા હોવા છતાં જિલ્લા ભરમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. બેંકની સ્થાપના 26 એપ્રિલ 1913ના રોજ થયેલી હોવાથી આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે.
જિલ્લાની હેડ ઓફિસ સહિત કુલ 45 શાખાઓમાં ઉજવણી યોજાઈ હતી. શિનોર તાલુકાના સેગવા મુકામે તાજેતરમાં શરૂ થયેલી શાખામાં ડિરેક્ટર દિલીપભાઈ પટેલ તથા સહકારી આગેવાન દેવેન્દ્ર ઠાકરના હસ્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
શિનોર મુકામે નિવૃત કર્મચારી દેવીન હસમુખ પટેલ તથા દામાપુરા મંડળીના પ્રમુખના હસ્તે કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે સાધલી શાખામાં સહકારી આગેવાન મુકેશ બિરલા તથા ડિરેક્ટર દિલીપભાઈ પટેલના હસ્તે કેક કાપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સેગવામાં બ્રાન્ચ મેનેજર મનીષ પટેલ, શિનોરમાં તરુણભાઈ અને સાધલીમાં સંદીપભાઈ પટેલ સહિત તમામ શાખાઓમાં સહકારી મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ, થાપણદારો અને બેંક સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બેંકે ચાલુ વર્ષ દરમિયાન કુલ રૂ. 16.21 કરોડનો નફો નોંધાવ્યો છે. સાધલી શાખામાં 22 મંડળીઓ કાર્યરત છે અને આ શાખાએ વર્ષ દરમિયાન રૂ. 1.57 લાખનો નફો કર્યો છે.
અંતે ડિરેક્ટર દિલીપભાઈ પટેલે તમામ સ્ટાફ અને જોડાયેલા સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.



