GUJARAT

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી

તા.૨૭.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી

ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી દ્વારા લીમડી નગરના તમામ મતદાન મથકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.નિરીક્ષણ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ સુરક્ષા વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.પોલીસ તંત્ર દ્વારા મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.ડીવાયએસપીએ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા અપીલ પણ કરી હતી

Back to top button
error: Content is protected !!