MORBI:મોરબી-વાંકાનેર હાઈવે પર હિટ એન્ડ રન: લાલપર પાસે કારની ઠોકરે યુવતીને ગંભીર ઈજા, ચાલક સામે ગુનો નોંધાયો





MORBI:મોરબી-વાંકાનેર હાઈવે પર હિટ એન્ડ રન: લાલપર પાસે કારની ઠોકરે યુવતીને ગંભીર ઈજા, ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી: મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. લાલપર ગામ પાસે હાઈવે ક્રોસ કરી રહેલી એક યુવતીને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવતીને માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ માળિયા મીયાણાના કુંભારીયા ગામના વતની અને હાલ લાલપરની સોનેટ સિરામિકની લેબર કોલોનીમાં રહેતા મુકેશભાઈ દેવજીભાઈ પરમારની પુત્રી માનસી કામ અર્થે જઈ રહી હતી. લાલપર ગામ પાસે બાપા સીતારામની મઢુલી સામે તે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે વાંકાનેર તરફથી પૂરઝડપે આવતી બ્લેનો કાર (GJ-36-AJ-5332) ના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે માનસીબેનને માથાના ભાગે ક્રેક અને કમરના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી
પોલીસે ફરિયાદના આધારે વાંકાનેરના દરબાર ગઢ રોડ, રામચોક વિસ્તારમાં રહેતા કાર ચાલક દેવાભાઈ હરેશભાઇ કાગડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે ગફલતભરી રીતે વાહન ચલાવવા બદલ તપાસ હાથ ધરી છે.



