AMRELISAVARKUNDALA

સાવરકુંડલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય

રિપોર્ટર સરફરાઝ ખોખર વિજપડી અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર વિજયભાઈ ચાવડાએ ભવ્ય જીત નોંધાવી છે. તેમની આ જીતને લઈ ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને સમર્થકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

વિજયભાઈ ચાવડાની જીત પાછળ કાર્યકરોની મહેનત અને મતદારોનો વિશ્વાસ મહત્વપૂર્ણ રહ્યો છે. ચૂંટણી દરમિયાન તેમણે વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી જનતાનો વિશ્વાસ જીત્યો હતો.

જીત બાદ વિજયભાઈ ચાવડાએ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસના કામોમાં કોઈ કસર નહીં રાખવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે વીજપડી ગામના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.

આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિજયભાઈ ચાવડાને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!