BANASKANTHADEODAR

દિયોદર તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો કમળ કરમાયુ

દિયોદર તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો કમળ કરમાયુ

પ્રતિનિધિ :દિયોદર ફોટો

અહેવાલ કલ્પેશ બારોટ

તાલુકા પંચાયતની 22 સીટ પૈકી 12 પર કોંગ્રેસનો કબજો 10 બેઠક ભાજપે મેળવી

જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પૈકી ત્રણ પર કોંગ્રેસનો વિજય બે બેઠકો ભાજપે કબજે કરી

દિયોદર તાલુકામાં તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની પાંચ બેઠકોનું રવિવારે મતદાન યોજાયા બાદ મંગળવારે મોડેલ સ્કૂલ દિયોદર ખાતે મત ગણતરી યોજાઈ હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 12 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી જ્યારે 10 બેઠકો ભાજપે જાળવી રાખી હતી વિજેતા ઉમેદવારોને પોતાના સમર્થકો દ્વારા મોડેલ સ્કૂલ બહાર ફુલહાર સાથે વધાવી લીધા હતા વિજેતા ઉમેદવારોએ પ્રજાના વિશ્વાસને આવકારી આગામી સમયમાં તાલુકાના વિકાસને વેગવંતુ બનાવવામાં સાથ સહકાર આપવા શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ હરાજી થયેલા ઉમેદવારોએ પ્રજાના નિર્ણયને શિરોમાન્ય ગણી આગામી સમયમાં વધુ મજબૂતાઈ સાથે પ્રજા સેવક તરીકે કામ કરવાનું આહવાન કર્યું હતું

કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ ની પત્નીની હાર પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા ના પુત્ર નારણભાઇ ભુરીયા ની જીત થઈ હતી
દિયોદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રૈયા બેઠક પર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ દેસાઈ ની હાર થઈ હતી જ્યારે દિયોદર વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા ના પુત્ર નારણભાઈ ભુરીયા ની ઝાલોઢા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી વિજય થયો હતો
દિયોદર તાલુકા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ભવાનજી ઠાકોરનો પરાજય તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ પરાગભાઈ જોશીના પુત્રવધુનો વિજય
દિયોદર તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ભવાનજી ઠાકોર નો દિયોદર જિલ્લા પંચાયત બેઠક પર પરાજય થયો હતો

•દિયોદર તાલુકાની મોજરુ અને રાંટીલા બેઠક પર અલ્પસંખ્ય મતદારો ધરાવતા પરિવાર વિજેતા બન્યા

દિયોદર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 22 બેઠકો પૈકી મોજરુ જુના બેઠક પર કાપડી આશાબેન મનુભાઈ મોજરુ જુના ગામે તેમના સસરા પૂજારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી થઈ હતી જેઓનો અંદાજે694 મતે વિજય થયો હતો જ્યારે તાલુકાની રાંટીલા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર શક્તિદાન મૂળજીભાઈ ચાવડા બારોટ જેવો તેમના ગામમાં અલ્પસંખ્યક મતદારો ધરાવતા પરિવાર છે જેમનો 124 મતે વિજય થયો હતો ત્યારે સમર્થકોએ તેમને વધાવી લીધા હતા

Back to top button
error: Content is protected !!