ARAVALLIMODASA

અરવલ્લી : ભાજપ માટે કહી ખુશી કહી ગમ, જીલ્લા પંચાયતમાં ભાજપ યથાવત,પૂર્વ IPS મનોજ નિનામાની કારમી હાર 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભાજપ માટે કહી ખુશી કહી ગમ, જીલ્લા પંચાયતમાં ભાજપ યથાવત,પૂર્વ IPS મનોજ નિનામાની કારમી હાર

*ભિલોડા તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી,મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટાઈ,

નવ રચિત શામળાજી તાલુકામાં કોંગ્રેસનો દબદબો, સાઠંબા,બાયડ અને ધનસુરા તાલુકા પંચાયત પર કમળનો દબદબો,મેઘરજ તાલુકા પંચાયતમાં અપક્ષ પર દારોમદાર*

*આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ભાજપ કોંગ્રેસ ની બાજી ઉંધી પાડી, પરિણામ કોંગ્રેસ માટે સંજીવની સમાન*

ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના સુનામી સામે કોંગ્રેસના અસ્તીત્વ સામે સવાલ પેદા થયા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ વર્ષ -૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફિનિક્સ પક્ષીની માફક રાખ માંથી ઊભી થઈ હોય તેમ ભાજપને જબરજસ્ત ટક્કર આપતા ભાજપનું મોવડી મંડળ આંખો ચોળતું રહી ગયું છે કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અરવલ્લી જીલ્લામાં સમગ્ર રાજ્યનું ધ્યાન આકર્ષિત કરનાર ઓડ જીલ્લા પંચાયત બેઠક પરથી પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નિનામાની કારમી હાર થતા જીલ્લામાં સન્નાટો છવાઈ ગયો હતો કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોદરભાઈ નિનામાએ 2744 મતથી ઓડ બેઠક જીતી લીધી હતી ગત સ્થાનિક સ્વરાજ્યની જીલ્લા પંચાયતની ૩૦ બેઠકમાંથી ૨૫ બેઠકો પર ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો

અરવલ્લીમાં જીલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસે ભિલોડા તાલુકા પંચાયતમાં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા આંચકી લીધી હતી નવ રચિત શામળાજી તાલુકા પંચાયત કોંગ્રેસે કબ્જો કર્યો હતો આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો ભાજપ માટે આગામી વિધાનસભાની ચૂંટણી માટે પડકાર રૂપી સાબિત થાય તો નવાઈ નહીં અરવલ્લી જીલ્લા પંચાયતમાં ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી

ભાજપે ૩૦ બેઠકો માંથી 18 અને કોંગ્રેસે 12 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો ભાજપ માટે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામો આંચકા રૂપ સાબિત થઈ રહ્યા છે રાજકીય અગ્રણીઓના જણાવ્યા અનુસાર અસહ્ય ગરમી અને લગ્ન સીઝનના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો નિરુત્સાહ ભાજપ માટે ફાયદારૂપ સાબિત થયો છે

મોડાસા તાલુકા પંચાયતની ૨૦ બેઠકમાંથી ૧૦ બેઠક પર ભાજપ અને ૧૦ બેઠક પર કોંગ્રસે વિજય પ્રાપ્ત કરતા બંને રાજકીય પક્ષો વચ્ચે ટાઇ પડતા મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા ભાજપ કોંગ્રેસેમાં દોડધામ મચી છે હોર્સ ટ્રેડિંગ થવાની પુરેપુરી સંભવના રહેલી છે શામળાજી તાલુકા પંચાયતની શામળાજી તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો પૈકી, ૯ કોંગ્રેસ , ૬ ભાજપ અને ૧ આપ, ધનસુરા તાલુકા પંચાયતની કુલ ૧૮ પૈકી ૧૬ ભાજપ ,૨ કોંગ્રેસ સાઠંબા તાલુકા પંચાયતની કુલ ૧૬ પૈકી ૯ ભાજપ , ૬ કોંગ્રેસ , અને ૧ અપક્ષ માલપુર તાલુકા પંચાયત ની કુલ ૧૬ પૈકી ૯ ભાજપ , ૭ કોંગ્રેસ મેઘરજ તાલુકા પંચાયતમાં કુલ ૨૨ પૈકી 11 ભાજપ , 10 કોંગ્રેસ અને 1 અપક્ષ, ભિલોડા તાલુકા પંચાયતની કુલ ૨૦ પૈકી ભાજપ ૦૭ અને કોંગ્રેસ ૧૩ બાયડ તાલુકા પંચાયતની કુલ ૧૮ પૈકી ૧૧ ભાજપ અને ૬ કોંગ્રેસ અને ૧ આપના ઉમેદવારોએ વિજય પ્રાપ્ત કર્યો હતો વિજેતા ઉમેદવારોએ ઢોલ નગારા અને ડીજેના તાલે વિજયોત્સવ મનાવ્યો હતો અહીં ઉલ્લેખનીય છે કે ગત માલપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી

Back to top button
error: Content is protected !!