જંબુસર તાલુકા પંચાયતની ૨૨ માંથી ૧૪ બેઠકો ઉપર ભાજપનો જ્વલંત વિજય

જંબુસર તાલુકા પંચાયતની ૨૨ માંથી ૧૪ બેઠકો ઉપર ભાજપનો જ્વલંત વિજય
કોંગ્રેસ ને માત્ર ૬ બેઠકો મેળવી એક અપક્ષના તથા એક આમ આદમી પાર્ટી ના ફાળે
ભરૂચ જીલ્લા પંચાયતની ચાર બેઠકો પૈકી ૩ બેઠક ઉપર ભાજપની જીત યથાવત રહી અને એક બેઠક ઉપર કોંગ્રેસ ની જીત.
જીલ્લા પંચાયત ની કાવી બેઠક ઉપર કોંગ્રેસ ના તાલુકા પ્રમુખ શરદસિંહ રણા નો કારમો પરાજય
જંબુસર તાલુકા પંચાયતની ૨૨ બેઠકો તેમજ ભરૂચ જીલ્લા પંચાયતની ૪ બેઠકો માટે ગત ૨૬ મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી.જેની આજ રોજ જે.એમ.શાહ કોલેજ ખાતે મત ગણતરી યોજાઈ હતી.જેમાં ભાજપે ૨૨ બેઠકો માંથી ૧૪ બેઠકો ઉપર વિજેતા બની તાલુકા પંચાયતમાં પોતાનો કબજો જાળવી રાખ્યો હતો.તેમજ જીલ્લા પંચાયતની કહાનવા,કાવી, વેડચ બેઠક ઉપર ભાજપે જ્વલંત વિજયી મેળવી કબજો જાળવી રાખ્યો હતો.જયારે કોંગ્રેસે દેવલા બેઠક વિજેતા થઈ હતી.આજરોજ જાહેર થયેલ પરીણામો મા તાલુકા પંચાયત ની નાડા,કહાનવા-૨, ગજેરા, કારેલી,ઉચ્છદ,મગણાદ, જંત્રાણ, કનગામ, કાવા, સીગામ, વેડચ, ડાભા, કાવલી,નોબાર બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.જયારે કોંગ્રેસે દેવલા, ભડકોદ્રા, ટંકારી,ખાનપુર દેહ, કાવી-૧ તથા સારોદ બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.કહાનવા -૧ બેઠક ઉપર ભાજપ સમર્પિત અપક્ષ ઉમેદવાર વિજયી થયા હતા.કાવી-૨ બેઠક ઉપર આમ આદમી પાર્ટી ના ઉમેદવાર વિજેતા થયા હતા. જીલ્લા પંચાયત ની ચાર બેઠકો પૈકી કહાનવા બેઠક ઉપર ભાજપ ના દિનેશભાઈ રોહિત વિજેતા થયા હતા.આ ઉપરાંત વેડચ બેઠક પર ભાજપ ના ઉમેદવાર વિજયી થયા હતા.તથા કાવી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કિરપાલસિંહ દોલતસિંહ સિંધા (કુલદીપે) તેમના પ્રતિસ્પર્ધી અને કોંગ્રેસ ના તાલુકા પ્રમુખ શરદસિંહ રણા ને કારમો પરાજય આપી વિજેતા થયા હતા.જયારે કોંગ્રેસે એક માત્ર દેવલા બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.
ભાજપ ના તાલુકા પંચાયત/ જીલ્લા પંચાયત ના વિજેતા ઉમેદવારો નુ વિજય સરઘસ નીકળ્યું હતું.જેમા મોટી સંખ્યામાં તેમના સમર્થકો તથા કાર્યકરો જોડાયા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 




