MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર બાળકોને રૂમ સામે લઘુશંકા કરાવવાની ના પાડતા મહિલા સહિત બે પર હુમલો, 6 વિરુદ્ધ ફરિયાદ

WAKANER:વાંકાનેર બાળકોને રૂમ સામે લઘુશંકા કરાવવાની ના પાડતા મહિલા સહિત બે પર હુમલો, 6 વિરુદ્ધ ફરિયાદ

 

વાંકાનેરના જેતપરા રોડ પર નજીવી બાબતે ઝઘડો થયાની ઘટના સામે આવી છે. જેમાં સ્નોબ સેનેટરી વેર કારખાનાની લેબર કોલોનીમાં બાળકોને રૂમ સામે લઘુશંકા કરાવવાની ના પાડતા પાડોશમાં રહેતા છ શખ્સોએ મહિલા અને તેના સાથી પર હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, જેતપરા રોડ પર આવેલ સ્નોબ સેનેટરી વેર કારખાનાની લેબર ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા જોશનાબેન ભીખાભાઈ ચાવડાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પાડોશમાં રહેતા મનીષાબેન અને રાહુલભાઈના બાળકો જોશનાબેનના રૂમની સામે લઘુશંકા/સંડાસ કરતા હોવાથી તેમણે આવું કરવાની ના પાડી હતી.

આ બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને જોશનાબેન તથા તેમના સાથીને ભૂંડી ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ બંને સાથે ઝપાઝપી કરી શરીરે મૂઢમાર મારી ઈજાઓ પહોંચાડી હતી.જોશનાબેનની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે નીચે મુજબના આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે:૧. મનીષાબેન રાહુલભાઈ ,૨. રાહુલભાઈ,૩. રોહિતભાઈ કોળી,૪. ગોપાલભાઈ કોળી,૫. સાગરભાઈ કોળી,૬. દિનેશભાઈ કોળી પોલીસે આ તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!