KHERGAMNAVSARI

ખેરગામ નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 5 ની વિદ્યાર્થીની આરોહી સેજલબેન પટેલે શાળાનું તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આરોહીનું Sports Authority of Gujarat દ્વારા સંચાલિત રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે પસંદગી પામી છે.આ વિદ્યાર્થીનીએ પોતાની મહેનત અને પ્રતિભાના બળે આ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના આચાર્ય શ્રી જયંત પટેલ, સ્પોર્ટ્સ મેન પ્રવીણભાઈ પટેલ તથા જિલ્લા સ્પોર્ટ્સ શિક્ષિકા દક્ષાબેન આહિરના માર્ગદર્શન હેઠળ આરોહીએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.આ સિદ્ધિથી ખેરગામ તાલુકાનું નામ ગૌરવ સાથે ઉજાગર થયું છે. શાળા પરિવાર આશા વ્યક્ત કરે છે કે આરોહી આવનારા સમયમાં રાષ્ટ્રીય સ્તરે ભારત દેશનું નામ રોશન કરશે અને રમતગમત ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવશે.

 

 

Back to top button
error: Content is protected !!