AHAVADANG

ડાંગ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે ૩૦ વર્ષની નિષ્ઠાસભર સેવા બાદ સીતાબેન ગાઈનનો ભાવભર્યો વિદાય સમારોહ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં છેલ્લા ત્રણ દાયકાથી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર આરોગ્ય કર્મચારી સીતાબેન ગાઈન આજરોજ વય નિવૃત્ત થતાં તેમના સન્માનમાં આજરોજ તાલુકા આરોગ્ય કચેરી આહવા, જિલ્લા પંચાયતમાં ભવનમાં આરોગ્ય અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ભાવભર્યો વિદાય સમારોહ યોજાયો હતો.

શ્રીમતી સીતાબેન ગાઈન વર્ષ ૧૯૯૭ માં ડાંગ જિલ્લા આરોગ્ય સેવામાં જોડાયા હતા. તેઓ આજરોજ ૩૦ એપ્રિલ ૨૦૨૬ નાં રોજ વય નિવૃત્ત થયા. તેમણે લગભગ ૩૦ વર્ષ સુધી ડાંગ જિલ્લાની વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ગારખડી, કાલીબેલ, અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) શામગહાન ખાતે સ્ટાફ નર્સ તરીકે સેવા બજાવી હતી. સાથે જ સુપરવાઈઝર તરીકે ગારખડીમાં સેવા બજાવી હતી. પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, સેવાભાવ અને કુશળતા દ્વારા તેમણે અસંખ્ય પ્રસૂતિઓ સફળતાપૂર્વક સંભાળી આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

નિવૃત્તિ નિમિત્તે યોજાયેલા વિદાય સમારોહમાં આરોગય અધિકારીશ્રીઓ તેમજ સહકર્મચારીઓએ શ્રીમતી સીતાબેન ગાઈનને મોમેન્ટો, પુષ્પગુચ્છ, શ્રીફળ તથા શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ઉપસ્થિત કર્મચારીઓએ તેમના દીર્ઘકાળીન સેવાકીય યોગદાનને બિરદાવી નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અનુરાધા ગામીત, ડૉ દિલીપ શર્મા, ડૉ નિલકેતુ પટેલ, ડો સ્વાતિ પવાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શ્રીમતી સીતાબેન ગાઈનને સુખમય, સ્વસ્થ અને આનંદમય નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી..

Back to top button
error: Content is protected !!