MORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળાના શિક્ષકની અનોખી પહેલ





WAKANER:વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળાના શિક્ષકની અનોખી પહેલ


વાંકાનેર તાલુકાના શ્રી નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષક ધર્મેશભાઈ પટેલ પ્રકૃતિ અને પ્રાણીપ્રેમી છે. આ વર્ષે તેને આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ પાણીથી વંચિત ન રહે તે માટે કંઈક અલગ વિચાર કરી શાળાના દરેક બાળકોને માટીના કુંડા ભેટમાં આપ્યા અને આ કુંડાઓને પાણીથી ભરી ગરમીમાં પક્ષીઓને તરસ છીપાવવાની પહેલ કરી. આમ તો દરરોજ પક્ષી અને પ્રાણીઓ માટે તે રોટલી,બિસ્કીટ તથા લાડવા આપીને શાળા અને તેની આજુબાજુ પ્રાણીઓને તૃપ્ત કરે છે. તેમના આ કાર્યને શાળાના સ્ટાફ એસએમસી તથા ગામે આવકાર્યો છે.




