HALOLPANCHMAHAL

હાલોલ:પોલીકેબ કંપની ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામા પીએમ સેતુ યોજનાનું લોન્ચિંગ કરાયુ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૫.૨૦૨૬

પીએમ સેતુ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં આજે હાલોલ પોલીકેબ લિમિટેડ ખાતે ઔધોગિક શિક્ષણ મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીકેબ કંપનીના ડાયરેકટર રાકેશભાઈ તલાટી,પોલિકેબ કંપનીના નીરજભાઈ કુંદનાની,સી.એસ.આર વિભાગના વી.પી.ચિત્ર દવે,આ.મેનેજર તીર્થ ખરોડ,હાલોલ પ્રાંત અધિકારી જીગ્નેશ પટેલ,હાલોલ મામલતદાર સંદીપ રૈયાની સહિત આઈટીઆઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આજે શુક્રવાર ના રોજ પોલીકેબ કંપની ખાતે યોજાયેલ ઔધોગિક શિક્ષણ મંચ માં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર અજય દહિયા એ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન આત્મ નિર્ભર ભારત 2047 ને ધ્યાનમાં લઇ પીએમ સેતુ યોજના લોન્ચ કરવામાં આવી હતી.જેમાં કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર અને મોટી કંપનીઓના સહયોગ થી આઈટીઆઈ સ્પોક અને હબ મોડલ થી તેને ડેવલોપમેન્ટ કરવામાં આવશે.મોટી મોટી કંપનીઓ ને સુશળ કર્મચારીઓની જરૂરિયાત છે તેવા વિદ્યાર્થીઓ ને આઈટીઆઈ ખાતે અભ્યાસ કરી તૈયાર કરવામાં આવશે અને તેને જેતે કામગીરીમાં તાલીમ મેળવી તેને જેતે કંપનીમાં રોજગારી મળી રહે તેવા પ્રયાસો હાથધરવામાં આવ્યા છે આઈટીઆઈ કોલેજો પૈકી હાલોલ ની આઈટીઆઈ અને હબ બનાવામાં આવશે. જયારે જિલ્લા ની અન્ય આઈટીઆઈ ને સ્પોક ઈઆટીઆઈ તરીકે કામ કરશે.ઉપરાંત ઉપસ્થિત કંપનીના માલિકો તેમજ ઉચ્ચ અધિકારીઓ એ પોતાની કંપનીમાં કેવા કર્મચારીઓ ની જરૂરિયાત છે તેવી જ રીતે ઈઆટીઆઈ વિભગના અધિકારીઓ દ્વવારા કેવા પ્રકારના કર્મચારીઓની જરૂરિયાત છે તે વિષે ખુલ્લી ચર્ચા વિચારણા તેમજ આ બન્ને વચ્ચે ની ગેપ જે અંતર છે તે કોર્ડીનેટ કરી આ ભીગમ ને સાર્થક કરવા ના પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ યોજના ને લઇ લોકો ને તેની કુશળતા મુજબની રોજગારી મળી રહશે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન આત્મ નિર્ભર ભારત 2047 સફળ બનશે.

Back to top button
error: Content is protected !!