DAHODDAHOD CITY / TALUKO

દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ACPC દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

તા.૦૧.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ACPC દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

પ્રવેશ સમિતિ ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ તા. ૨ મે ૨૦૨૬ રોજે સવારના ૧૧:૦૦ કલાકે, સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયા, ઓનલાઈન નોંધણી, પસંદગી પ્રક્રિયા, વિવિધ કોર્સ અને કોલેજની પસંદગી તેમજ કારકિર્દી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવશે.આથી, ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને આ કાર્યક્રમમાં હાજરી આપી તેનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!