TANKARA:ટંકારાની હરિઓમ સોસાયટીમાં: રહેણાંક મકાનમાંથી દારૂના ૩૮૪ ચપલા ઝડપાયા, એકની ધરપકડ





TANKARA:ટંકારાની હરિઓમ સોસાયટીમાં: રહેણાંક મકાનમાંથી દારૂના ૩૮૪ ચપલા ઝડપાયા, એકની ધરપકડ

ટંકારા: મોરબી જિલ્લાની ટંકારા પોલીસ દ્વારા દારૂના વેચાણ સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીને આધારે હરિઓમ સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

ટંકારા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે હરિઓમ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ મગનભાઈ ભાડજા (ઉં.વ. ૫૦) પોતાના ઘરે વિદેશી દારૂ છુપાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી.તલાસી દરમિયાન મકાનમાંથી પોલીસને અલગ-અલગ બ્રાન્ડના ૧૮૦ મીલી.ના વિદેશી દારૂના ૩૮૪ નંગ ચપલા (બોટલ) મળી આવ્યા હતા. જેની કુલ કિંમત રૂ. ૫૭,૬૦૦/- આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સાથે એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. કુલ રૂ. ૬૨,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસની સઘન પૂછપરછમાં પકડાયેલા આરોપીનરેન્દ્રભાઈએ કબૂલાત આપી હતી કે, આ દારૂનો જથ્થો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠળ ગામે રહેતા તેમના મિત્ર સમીરભાઈ રસુલભાઈ પીલુડિયા આપી ગયા હતા.ટંકારા પોલીસે હાલ નરેન્દ્રભાઈ ભાડજાની ધરપકડ કરી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર સમીરભાઈ પીલુડિયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



