MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળીયા(મી)-જામનગર હાઈવે પર રીક્ષા અને છોટાહાથી વચ્ચેની ટક્કરમાં મહિલાનું મોત, બે બાળકો ગંભીર

MALIYA (Miyana) માળીયા(મી)-જામનગર હાઈવે પર રીક્ષા અને છોટાહાથી વચ્ચેની ટક્કરમાં મહિલાનું મોત, બે બાળકો ગંભીર

 

માળીયા(મી)-જામનગર હાઈવે પર વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ચાચાવદરડા ગામના પાટિયા પાસે સીએનજી રીક્ષા અને છોટાહાથી (ટાટા ઇન્ટેરા) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે સગીરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ ઓધવજીભાઈ દામા ગત તા. ૨૩ એપ્રિલના રોજ પોતાના પરિવાર સાથે સીએનજી રીક્ષા (GJ-10-TZ-5871) લઈને કચ્છના નલિયા ખાતે કુળદેવીના દર્શને જઈ રહ્યા હતા. તા. ૨૪મીની વહેલી સવારે જ્યારે તેઓ માળીયા-જામનગર રોડ પર ચાચાવદરડા ગામ નજીક પહોંચ્યા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતા છોટાહાથી વાહનના (GJ-36-V-9709) ચાલકે રીક્ષાને જોરદાર સાઈડ કટ મારી હતી.મૃતક: પૂજાબેન શૈલેષભાઈ દામા (ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોત).ઇજાગ્રસ્ત: મૃતકની દીકરી રિધ્ધી અને ભાણેજ મંથન (બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ).અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતા જ રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે, જ્યાં મંથનની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.ઘટના અંગે મૃતકના પતિ શૈલેષભાઈએ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છોટાહાથીના ચાલક વિરુદ્ધ બીએનએસ (BNS) તથા મોટર વ્હિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, ફરાર ચાલકને પકડવા માટે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!