WAKANER:વાંકાનેર જેનકો રિફ્રેક્ટરી કંપનીમાં એકાઉન્ટન્ટે આચર્યું રૂ.56.59 લાખનું કૌભાંડ; પોલીસ ફરિયાદ નોંધાઈ





WAKANER:વાંકાનેર જેનકો રિફ્રેક્ટરી કંપનીમાં એકાઉન્ટન્ટે આચર્યું રૂ.56.59 લાખનું કૌભાંડ; પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરની પ્રતિષ્ઠિત જેનકો રિફ્રેક્ટરી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કર્મચારીએ કંપનીના બેંક ખાતાઓ સાથે ચેડાં કરી, લાખો રૂપિયા પોતાના અંગત મળતિયાઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે.

મળતી વિગત મુજબ, મોરબીના કાલિકાનગર વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા હર્ષદભાઈ હેમતરામ નિમાવતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી જૈનમ પરેશભાઇ શાહ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, વાંકાનેર) જેનકો રિફ્રેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો.
આરોપી જૈનમે પૂર્વ આયોજિત કાવતરું રચી કંપનીના બેંકિંગ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી આચરી હતી. તેણે કંપનીના બેનીફીસરી લિસ્ટમાં અન્ય બેંક એકાઉન્ટ નંબરો એડ કર્યા હતા અને કંપનીની જાણ બહાર નીચે મુજબની રકમ ટ્રાન્સફર કરી હતી સેન્ટ્રલ બેંક ખાતામાંથી: ₹42,95,315/-SBI ખાતામાંથી: ₹13,64,478/-કુલ ઉચાપત: ₹56,59,793/-પોલીસે આરોપીએ પોતાના મળતિયાઓના ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વાંકાનેર સીટી પોલીસે હર્ષદભાઈની ફરિયાદના આધારે જૈનમ શાહ અને અન્ય બે એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલામાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.



