
કેશોદ સ્થિત સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં દિકરી ઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શાળામાં અદ્યતન બિલ્ડિંગમાં ધોરણ 9 થી 12 સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.ખાસ કરીને વર્ષ 2025-26 થી ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો, જ્યારે હાલ 2026-27 શૈક્ષણિક વર્ષથી ધોરણ 12 સાયન્સ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ સામાન્ય આવક ધરાવતા પરિવારોની હોશિયાર દિકરી ઓને મોંઘી ફી વિના ગુણવત્તાયુક્ત વિજ્ઞાન શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. ખાનગી શાળાઓમાં સાયન્સ પ્રવાહ માટે ઊંચી ફી હોવાના કારણે ઘણી દિકરીઓ માટે અભ્યાસ મુશ્કેલ બની જાય છે, ત્યારે સરકાર દ્વારા આ યોજના આશીર્વાદરૂપ બની રહી છે. સાથે સાથે પાત્ર વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપનો લાભ પણ મળી શકે છે. શાળામાં શહેરની મધ્યમાં વિશાળ રમત-ગમતના મેદાન સાથે ઘટાદાર વૃક્ષો ધરાવતું નૈસર્ગીક વાતાવરણ સાથેનું વિશાળ કેમ્પસ્.,ઉચ્ચ લાયકાત ધરાવતા અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય, ઇન્ટરનેટ કનેકશન સાથેના સ્માર્ટ વર્ગખંડમાં શિક્ષણકાર્ય, પીવાના પાણી માટે અલગ વોટર રૂમ તથા ઠંડા પાણીના કુલર, દરેક વર્ગખંડમાં CCTV કેમેરા દ્વારા દેખરેખ, એકસ્ટ્રા તાસ દ્વારા નબળા વિદ્યાર્થીઓને અલગથી શિક્ષણકાર્ય, બોર્ડ પરીક્ષાનું સંપૂર્ણ માર્ગદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સચોટ માર્ગદર્શન, આધુનિક સુવિધાઓથી સજ્જ કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા તથા સ્ટેમલેબ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત આર્થિક સહાય. ઇકો કલબ દ્વારા પર્યાવરણ જાળવણી અંગેના વિવિધ કાર્યક્રમો તથા પ્રકૃતિ શિબીરનું આયોજન, વહેલા તે પહેલાના ધોરણે નવો પ્રવેશ મેળવનારને મફત ગણવેશ, ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર બહેનોને મફત સાયકલ, સરકારની તમામ શિષ્યવૃતી યોજનાનો લાભ, મફત પાઠયપુસ્તકોનું વિતરણ, બહેનોને આત્મરક્ષણ માટે કરાટેની તાલીમ તદ્દન મફત, S.T. મુસાફરી પાસ મફત, સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. શિક્ષણ સાથે સંસ્કાર અને સર્વાંગી વિકાસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે. આચાર્ય જયોતી રૂપાપરા મેડમના જણાવ્યા મુજબ, શાળામાં દિકરીઓ માટે શૈક્ષણિક તેમજ સહ અભ્યાસ પ્રવૃતિઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. શાળાના આચાર્ય દ્વારા કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની દિકરી ઓને સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવી આ સુવિધાનો લાભ લેવડાવે. હાલ ધોરણ 9 થી 12ના સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






