ટ્રમ્પ વહીવટીતંત્રે યુરોપિયન દેશો પર કાર અને ટ્રક ટેરિફ યુદ્ધ લાદ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા યુરોપિયન દેશોમાંથી આવતી કાર અને ટ્રક પર ટેરિફની ઘોષણા કરી છે. તેમણે તેમના પર ટ્રેડ ડીલનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ યુરોપ સામે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી છે. હા, આનો અર્થ એ છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે યુરોપિયન દેશો પર ટેરિફ યુદ્ધ લાદ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં આ જાહેરાત કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક આર્થિક સ્તર પર ઉથલપાથલ થવાની ધારણા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, “મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે, યુરોપિયન યુનિયન અમારા સંમત વેપાર કરારનું સંપૂર્ણ પાલન કરી રહ્યું નથી તે હકીકતના આધારે આવતા અઠવાડિયે હું યુરોપિયન યુનિયન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતી કાર અને ટ્રક પર લાદવામાં આવેલા ટેરિફમાં વધારો કરીશ.”
ટ્રમ્પે કહ્યું કે ટેરિફ 25% સુધી વધારવામાં આવશે. એ પણ એક વાત નક્કી છે કે જો કાર અને ટ્રક અમેરિકન પ્લાન્ટમાં બનાવવામાં આવે છે, તો કોઈ ટેરિફ નહીં લાગે. હાલમાં અસંખ્ય ઓટોમોબાઈલ અને ટ્રક પ્લાન્ટ નિર્માણાધીન છે, જેમાં કુલ 100 બિલિયન ડોલરથી વધુનું રોકાણ છે. આ કાર અને ટ્રક ઉત્પાદનના ઇતિહાસમાં એક રેકોર્ડ છે. આ પ્લાન્ટ જે અમેરિકન કામદારોને રોજગારી આપશે, તે ટૂંક સમયમાં ખુલવા માટે તૈયાર છે. અમેરિકામાં જે થઈ રહ્યું છે તે પહેલા ક્યારેય થયુ નથી.
ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ઈરાનમાં યુદ્ધની પરિસ્થિતી છે. આ યુદ્ધમાં અમેરિકાને ઘણુ નુકશાન વેઠવુ પડ્યુ છે. ટ્રમ્પે વિશ્વભરના ઘણા દેશો પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આ નવો આદેશ યુરોપિયન ચિંતામાં વધારો કરશે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ કર્યું, જેમાં ઈરાન સામે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે.





