MALIYA (Miyana):માળીયા( મી.) પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે





MALIYA (Miyana):માળીયા( મી.) પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે

મોરબી/માળીયા મીયાણા: માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીના ગુનાઓમાં સતત સંડોવાયેલા અસામાજિક તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. વારંવાર પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા એક ઈસમ સામે પોલીસ દ્વારા પાસા (PASA) દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી, જેને મંજૂરી મળતા આરોપીને સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન (દારૂબંધી)ના અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી આમિન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર (મીયાણા), રહે. વેણાસર ગામની સીમ, તા. માળીયા (મીં), વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્તને ધ્યાને લઈને આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. વોરંટ ઇસ્યુ થતા જ આરોપીને સત્વરે ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.ચોક્કસ બાતમી અને સર્વેલન્સના આધારે પોલીસે આરોપી આમિન ઉર્ફે ટકીને દબોચી લીધો હતો.સુરત લાજપોર જેલ હવાલે પકડાયેલા આરોપીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી, કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને મધ્યસ્થ જેલ સુરત (લાજપોર) ખાતે મોકલી આપવામાં આવ્યો છે.




