
માંગરોળ તાલુકાના રહીજ ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ અચાનક પલ્ટી ખાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર અનેક શ્રદ્ધાળુઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, ખાનગી બસ જ્યારે રહીજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગ પર જ પલ્ટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફરોની બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
૧૦૮ ની સેવા: ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેસીબીની મદદ: પલ્ટી ખાઈ ગયેલી બસને માર્ગ પરથી હટાવવા અને સીધી કરવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી.
સ્થિતિ: હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર છે અને તેઓ ભયમુક્ત છે.
આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. માર્ગ પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત






