HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના સુંદરીભવાની ગામે રસ્તાની અદાવતમાં મહિલાના ઘરમાં તોડફોડ: છ શખ્સો સામે ફરિયાદ

HALVAD:હળવદના સુંદરીભવાની ગામે રસ્તાની અદાવતમાં મહિલાના ઘરમાં તોડફોડ: છ શખ્સો સામે ફરિયાદ

 

હળવદ: તાલુકાના સુંદરીભવાની ગામમાં રસ્તા બાબતની જૂની અદાવત રાખી છ શખ્સોએ એક મહિલાના ઘરમાં ઘૂસી હિંસક હુમલો અને તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. કુહાડી અને ધોકા જેવા હથિયારો સાથે આવેલા શખ્સોએ ઘરમાં રાખેલ ફ્રીઝ, ઘરઘંટી અને કબાટ સહિતની ચીજવસ્તુઓમાં આશરે રૂ. ૩૦,૦૦૦નું નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મળતી માહિતી મુજબ, સુંદરીભવાની ગામે રહેતા સુરજબેન રાજુભાઇ સોલંકી (ઉ.વ.૩૬) એ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ રાજુભાઇને આરોપી જીલ્લાભાઇ બાવલભાઇ સોલંકી સાથે ગામની સીમમાં આવેલ જીજીયા પાટી વિસ્તારમાં વાડીએ જવાના રસ્તા બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો.આ અદાવતનો ખાર રાખીને ગત રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે, જ્યારે ફરિયાદના પતિ ઘરે હાજર નહોતા, ત્યારે આરોપીઓ એકસંપ થઈને હથિયારો સાથે ત્રાટક્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓએ:ગેરકાયદેસર પ્રવેશ: કુહાડી અને લાકડાના ધોકા સાથે ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી.માલસામાનને નુકસાન: ઘરના બાથરૂમનો દરવાજો, પાણીની ગેન્ડી, ફ્રીઝ, ઘરઘંટી, ડ્રેસિંગ ટેબલ અને કબાટમાં તોડફોડ કરી આશરે રૂ. ૩૦,૦૦૦નું નુકસાન કર્યું હતું.ગાળાગાળી અને ધમકી: આરોપીઓએ સુરજબેન અને તેમના પતિને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ મામલે હળવદ પોલીસે સુરજબેનની ફરિયાદના આધારે આરોપીઓ:જીલ્લાભાઇ બાવલભાઇ સોલંકી,પ્રતાપભાઇ જીલ્લાભાઇ સોલંકી,ઘનશ્યામભાઇ બાવલભાઇ સોલંકી,તથા અન્ય ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!