MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૂના બસ સ્ટેન્ડ પાસે નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

MORBI:મોરબી જૂના બસ સ્ટેન્ડ પાસે નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

 

મોરબી: શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં ચલણી નોટોના નંબર પર હાર-જીતનો જુગાર રમી રહેલા ચાર ઇસમોને એ-ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જૂના બસ સ્ટેન્ડ પાસે કેટલાક શખ્સો એકઠા થઈને ચલણી નોટોના આંકડા પર જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા જુગાર રમતા ચાર શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ:રિઝવાનભાઇ ઓસમાણભાઇ લોલાડીયા (ઉ.વ. ૪૦, રહે. લાતી પ્લોટ) કબીરશા ઉર્ફે સુલતાનબાપુ અલીસા સૈયદ (ઉ.વ. ૬૦, રહે. વીસીપરા) ઇકબાલભાઇ અબ્દુલભાઇ સેવંગીયા (ઉ.વ. ૪૯, રહે. કુમાર શાળા પાસે) એઝાઝ સિદ્દીકભાઇ કાસમાણી (ઉ.વ. ૨૯, રહે. પખાલી શેરી, મોરબી)

પોલીસ કાર્યવાહી પોલીસે આ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૯,૨૪૦ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધીને એ-ડિવિઝન પોલીસે આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

Back to top button
error: Content is protected !!