HALOLPANCHMAHAL

હાલોલની કલરવ શાળાનું ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ઝળહળતું પરિણામ, સતત ૨૫ વર્ષથી સફળતાનો સિલસિલો યથાવત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૫.૨૦૨૬

હાલોલ: શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી હાલોલની કલરવ શાળાએ ફરી એકવાર ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. છેલ્લા ૨૫ વર્ષથી સતત શ્રેષ્ઠ પરિણામ આપવાની પરંપરાને જાળવી રાખતા, આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે,જેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.કેન્દ્રના પરિણામ કરતા શાળાનું પરિણામ ઊંચું ચાલુ વર્ષે હાલોલ કેન્દ્રનું સરેરાશ પરિણામ ૭૧.૪૦% રહ્યું છે, જેની સામે કલરવ શાળાનું ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમનું સંયુક્ત પરિણામ ૮૦% જેટલું ઊંચું આવ્યું છે.તેજસ્વી તારલાઓનું સન્માન શાળાના બંને માધ્યમના પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓની વિગત નીચે મુજબ છે:અંગ્રેજી માધ્યમ,પ્રથમ: રાજવી ભંડેરી – ૯૯.૨૮ PR (A1 ગ્રેડ)દ્વિતીય: હિલ સોલંકી – ૯૯.૧૪ PR (A1 ગ્રેડ)તૃતીય: એંજલ કિચન – ૯૪.૮૪ PR (A2 ગ્રેડ) જ્યારે ગુજરાતી માધ્યમ પ્રથમ,યુવરાજ પરમાર – ૮૬.૩૨ PR (A2 ગ્રેડ) દ્વિતીય: વિરંગના બારીઆ – ૭૮.૩૩ PR (B2 ગ્રેડ) તૃતીય: પલક કિકોડ – ૭૩.૯૮ PR (B2 ગ્રેડ)”શાળાની આ ભવ્ય સફળતા પાછળ અનુભવી શિક્ષકોનું સચોટ માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની સખત મહેનત જવાબદાર છે. શાળા સંચાલક મંડળ અને કલરવ શાળા પરિવાર દ્વારા તમામ સફળ ઉમેદવારોને તેમની કારકિર્દી માટે અનેકગણી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.શહેરના શૈક્ષણિક જગતમાં આ પરિણામની ભારે સરાહના થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!