SAGBARA

સાગબારા બોદવાવમાં વીજ પોલ પર ભડકો: ટ્રેક્ટર અને બળદગાડું સહીત માલમત્તા બળી રાખ,

સાગબારા બોદવાવમાં વીજ પોલ પર ભડકો: ટ્રેક્ટર અને બળદગાડું સહીત માલમત્તા બળી રાખ,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બોદવાવ ગામની સીમમાં વીજ થાંભલા પર ભડકો થતા આગ લાગી હતી. આગ પવનના કારણે ફેલાતા ટ્રેક્ટર, બળદગાડું અને ઘાસચારો બળી જતા ભારે નુકસાન થયું.

 

તા. ૩ના રોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બોદવાવ ગામની સીમમાં આવેલ ખેતરના છેડા પર વીજ થાંભલા ઉપરના જમ્પરમાં અચાનક ભડકો થયો હતો. ભડાકા બાદ આગના તણખા જમીન પર પડતા નજીકના સુકા ઘાસમાં આગ લાગી ગઈ હતી.

પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ જતા ખેતરમાં સંગ્રહિત મકાઈના ઘાસચારા સુધી પહોંચી હતી. આ આગ મહુડાના ઝાડ નીચે ઉભેલા મહીન્દ્રા કંપનીના ટ્રેક્ટર (નં. GJ-36-R-8485) અને ઘાસથી ભરેલા બળદગાડા સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે બંને સંપૂર્ણપણે બળી ગયા હતા.

આ બનાવ અંગે માહિતી આપનાર બાબુભાઈ મોવલીયાભાઈ વસાવા (રહે. બોદવાવ, તા. સાગબારા, જી. નર્મદા)એ જણાવ્યું હતું કે આ ઘટનામાં મોટાપાયે આર્થિક નુકસાન થયું છે.

Back to top button
error: Content is protected !!