WAKANER:વાંકાનેર શ્રીમતી એલ.કે.સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલયનું ધોરણ ૧૨ નું સતત ત્રીજા વર્ષે ૧૦૦% પરિણામ





WAKANER:વાંકાનેર શ્રીમતી એલ.કે.સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલયનું ધોરણ ૧૨ નું સતત ત્રીજા વર્ષે ૧૦૦% પરિણામ


મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાની વિદ્યા ભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એલ.કે.સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલયે ધોરણ ૧૨ માં સતત ત્રીજા વર્ષે (વર્ષ-૨૦૨૬ માં) ૧૦૦% પરિણામ મેળવીને હેટ્રિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. શ્રીમતી એલ.કે.સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલયની કુલ ૫૦ માંથી ૫૦ વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. જેમાં બે વિદ્યાર્થિનીઓ A1 (એ વન) ગ્રેડ, ચૌદ વિદ્યાર્થિનીઓ A2 (એ ટુ) ગ્રેડ, અઢાર વિદ્યાર્થિનીઓ B1 (બી વન) ગ્રેડ, અગિયાર વિદ્યાર્થિનીઓ B2 (બી ટુ) ગ્રેડ, અને પાંચ વિદ્યાર્થિનીઓએ C1 (સી વન) ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. આ ઉત્તમ પરિણામ માટે શ્રીમતી એલ.કે.સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલયનાં આચાર્યા દર્શનાબેન જાની અને સમગ્ર શિક્ષક સ્ટાફની મહેનત, માર્ગદર્શન અને સતત પ્રયત્નો મુખ્ય કારણરૂપ રહ્યાં છે. વિદ્યાર્થિનીઓએ પણ પોતાના કઠિન પરિશ્રમ દ્વારા આ સફળતા હાંસલ કરી છે. શાળાના આચાર્યાશ્રી દર્શનાબેન જાનીએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવી તેમને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ માતા-પિતાનો સહયોગ પણ આ સફળતામાં મહત્ત્વ પૂર્ણ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. શાળાના ટ્રસ્ટીશ્રીઓ અને સંચાલકમંડળ દ્વારા પણ આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તમામ વિદ્યાર્થિનીઓ તથા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.




