MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી બે કારખાનામાં થયેલી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ૪ આરોપીની ધરપકડ

MORBI:મોરબી બે કારખાનામાં થયેલી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ૪ આરોપીની ધરપકડ

 

તાલુકા પોલીસે રૂ. ૩.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો; એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર

મોરબી તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમે બે અલગ-અલગ કારખાનાઓમાં થયેલી કોપર વાયરની ચોરીના ગુનામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોને ઝડપી પાડી કુલ રૂ. ૩.૧૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે એક અન્ય આરોપીને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

તાલુકા પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી રહી હતી. તે દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે જેતપર રોડ પર સનટોન સિરામિક સામે આવેલા ‘શ્રી કેરમાતા સ્ક્રેપ’ ના ડેલામાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ચોરીના વાયર સાથે ચાર આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.ઝડપાયેલા આરોપીઓ ૧. એઝાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ (રહે. પાડા પુલ નીચે, મોરબી) ૨. દિપકભાઇ ઉર્ફે આયુસ મંગીલાલ દેવડા (રહે. પાડા પુલ નીચે, મૂળ રહે. મધ્યપ્રદેશ) ૩. કિશનગીરી કૈલાશગીરી ગૌસ્વામી (રહે. સબ જેલની પાછળ, મોરબી)૪. ધરમચંદ લાફલાલ ગુર્જર (રહે. રંગપર બેલા, મૂળ રહે. રાજસ્થાન) પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:૧૯૮ કિલો પ્લાસ્ટિક કવરવાળો કોપર વાયર,૧૨૩ કિલો શુદ્ધ કોપર વાયર,ચોરીમાં વપરાયેલ એક સ્પ્લેન્ડર મોટરસાયકલ,એક ઓટોરિક્ષા કુલ કિંમત: રૂ. ૩,૧૧,૬૦૦/-એક આરોપી ફરાર આ ગુનામાં બીકરામ ઉર્ફે વિક્રમ આંબલિયા નામનો આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!