MORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના સુસવાવ ગામે માસૂમ બાળકના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો: પિતાએ જ બાળકને ત્યજી દીધું હતું

HALVAD:હળવદના સુસવાવ ગામે માસૂમ બાળકના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો: પિતાએ જ બાળકને ત્યજી દીધું હતું

 

હળવદ તાલુકાના સુસવાવ ગામના સ્મશાન નજીકથી મળી આવેલ અજાણ્યા બાળકના મૃતદેહનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પરંતુ બાળકના સગા પિતાએ જ તેને રઝળતું મૂકી દીધું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ભૂખ-તરસ અને કાળજીના અભાવે માસૂમનું મોત નિપજ્યું હતું.

ગત તારીખ 02/05/2026ના રોજ સુસવાવ ગામ પાસે બ્રાહ્મણી નદીના કાંઠે સ્મશાન નજીક આશરે 8 થી 10 માસના એક અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. હળવદ પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી

રાજકોટ રેન્જ IG અને મોરબી એસ.પી.ની સૂચનાથી હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ અને તેમની ટીમે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. બાળકની ઓળખ માટે મીડિયામાં ફોટા પ્રસિદ્ધ કર્યા બાદ હ્યુમન સોર્સીસ અને સર્વેલન્સની મદદથી પોલીસ બાળકના પિતા સુધી પહોંચી હતી.

પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી પિતા ભયલુ તેરસીંગ બામણીયા (રહે. દાહોદ) એ કબૂલાત કરી હતી કે:મૃતક બાળક તેનું જ સંતાન હતું, જેનું નામ નવશીક હતું.આરોપીના પ્રેમ સંબંધોના કારણે પત્ની સાથે મનમેળ નહોતો, જેથી તેણે બાળકને પોતાની પાસે રાખ્યું હતું.મજૂરી કામ અને બાળકની સંભાળ લેવામાં પડતી મુશ્કેલીને કારણે તેણે માસૂમ પુત્રને નદી કાંઠે એકલો છોડી દીધો હતો.પોલીસની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ભયલુ અગાઉ ચાર જેટલી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લાવ્યો હોવાના ઇતિહાસ ધરાવે છે.પોલીસે માસૂમ બાળકને અસુરક્ષિત હાલતમાં છોડી દેવા બદલ અને તેના કારણે થયેલા મોત મામલે આરોપી પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 105 અને 93 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!