ARAVALLIMODASA

મોડાસાની સી.જી. બુટાલા હાઈસ્કૂલનું ધોરણ 10 માં 74% ઉત્તમ પરિણામ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસાની સી.જી. બુટાલા હાઈસ્કૂલનું ધોરણ 10 માં 74% ઉત્તમ પરિણામ

અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત શ્રી સી.જી. બુટાલા હાઈસ્કૂલએ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 74.00 ટકા જેટલું નોંધપાત્ર પરિણામ મેળવી શિક્ષણક્ષેત્રે પોતાનું પ્રતિષ્ઠિત સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.આ પરિણામમાં શાળાના વિદ્યાર્થી મેહુલ રાજુભાઈ ખાંટે A1 ગ્રેડ સાથે 92.00 ટકા પ્રાપ્ત કરીને શાળા તેમજ પોતાના ગામનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતા મેહુલે સતત મહેનત, લગન અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સિદ્ધિ હાંસલ કરી છે.વિદ્યાર્થીઓના આ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપીનકુમાર શાહ, સર્વોદય હાઈસ્કૂલના પ્રભારી મંત્રી કિરીટભાઈ શાહ અને પિયુષભાઈ પટેલ તેમજ પ્રભારી મંત્રી અને ભૂતપૂર્વ આચાર્ય ડો. રાકેશકુમાર મહેતાએ શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.શાળાના આ પરિણામથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને ભવિષ્યમાં વધુ સારા પરિણામોની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!