MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની નવયુગ વિદ્યાલયનો SSC બોર્ડમાં ઐતિહાસિક વિજય: સવસાણી સાક્ષી 99.99 PR સાથે ગુજરાતમાં પ્રથમ

MORBI:મોરબીની નવયુગ વિદ્યાલયનો SSC બોર્ડમાં ઐતિહાસિક વિજય: સવસાણી સાક્ષી 99.99 PR સાથે ગુજરાતમાં પ્રથમ

 

મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (SSC) ના જાહેર થયેલા પરિણામોમાં મોરબીની નવયુગ વિદ્યાલયે સફળતાના તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચ્યો છે. શાળાની તેજસ્વી વિદ્યાર્થિની સવસાણી સાક્ષીએ 591 ગુણ, 99.99 PR અને 98.50% મેળવીને મોરબી જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે.

શાળાનું ગૌરવ વધારતા અન્ય એક વિદ્યાર્થી સરડવા મને 588 ગુણ, 99.98 PR અને 98% સાથે ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. નવયુગ વિદ્યાલયના શાનદાર પરિણામની વિગતો નીચે મુજબ છે:ગ્રેડ મુજબ સફળતા: શાળાના કુલ 35 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 46 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.

વિષયવાર 100/100 ગુણ: ગણિતમાં 16 વિદ્યાર્થીઓ, વિજ્ઞાનમાં 09 વિદ્યાર્થીઓ અને સામાજિક વિજ્ઞાનમાં 1 વિદ્યાર્થીએ 100 માંથી 100 પૂર્ણ ગુણ મેળવ્યા છે.

પરિણામની ટકાવારી: જ્યાં ગુજરાત બોર્ડનું પરિણામ 83.86% અને મોરબી જિલ્લાનું 89.13% રહ્યું છે, તેની સામે નવયુગ વિદ્યાલયે 97.91% જેવું ઝળહળતું પરિણામ મેળવ્યું છે.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા સાહેબે આ ઐતિહાસિક સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Back to top button
error: Content is protected !!