MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઢુવા-માટેલ રોડ પર મળેલી અર્ધ સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, પત્ની સહિત ત્રણની ધરપકડ

MORBI:મોરબીના ઢુવા-માટેલ રોડ પર મળેલી અર્ધ સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, પત્ની સહિત ત્રણની ધરપકડ

 

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ઢુવા-માટેલ રોડ પર રેસી સિરામિક પાસે ગત તારીખ 27/04/2026ના રોજ એક અજાણ્યા પુરુષની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ચકચારી ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં સફળતા મેળવી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં મૃતકની પત્ની સહિત ત્રણ આરોપીઓની સંડોવણી સામે આવી છે.

શરૂઆતમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, લાશની સ્થિતિ જોતા પોલીસને શંકા જણાતા તપાસનો દોર તેજ કરવામાં આવ્યો હતો. મોરબી ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી, જેમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ પોલીસના સકંજામાં આવ્યા હતા.પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃતક મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છગનભાઈ નિનામા હતો. આરોપીઓની કબૂલાત મુજબ, છગનભાઈ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો. પત્ની દ્વારા છગનભાઈના માનસિક ત્રાસથી છુટકારો મેળવવા માટે અન્ય આરોપીઓ સાથે મળીને આ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.આરોપીઓએ છગનભાઈને દોરી વડે ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અને મૃતકની ઓળખ ન થાય તે હેતુથી લાશને ઢુવા-માટેલ રોડ પર ફેંકી દઈ તેને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પોલીસે આ મામલે નીચે મુજબના આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે:પવન નિનામા ,સુમન નિનામા,દેવલીબાઇ ગીરેવાલ હાલમાં પોલીસ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Back to top button
error: Content is protected !!