
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આજે ગૌ-સમ્માન આહવાન અભિયાન અંતર્ગત વિશાળ સ્તરે કાર્યક્રમો યોજાશે જિલ્લાનાં ગૌ ભક્તો અને ગૌ રક્ષકો દ્વારા જિલ્લા સ્તરે તેમજ તમામ તાલુકાઓમાં માનનીય રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને સવારે ૧૧ વાગ્યાના સુમારે મામલતદારશ્રીઓને પ્રાર્થનાપત્રો આપવામાં આવશે આ પ્રાર્થનાપત્રમાં ગૌમાતાને “રાષ્ટ્રમાતા”, “રાષ્ટ્ર દેવ”, “રાષ્ટ્ર આરાધ્ય” અને “રાષ્ટ્ર ધરોહર”નો દરજ્જો અપાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે સાથે ગાયની સેવા માટે કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ગૌ સેવા, ગૌ સુરક્ષા અને ગૌ સમ્માન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને કેન્દ્રમાં રાખી આ અભિયાન દ્વારા રાષ્ટ્રપતિશ્રીને લેખિત પ્રાર્થનાપત્રો પાઠવીને ગૌમાતાના સન્માન માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.આ અભિયાનમાં જોડાયેલા આગેવાનોના જણાવ્યા અનુસાર ગૌ રક્ષા અને ગૌ સેવા માત્ર ધાર્મિક બાબત નથી, પરંતુ તે રાષ્ટ્રની સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ છે. ગૌમાતા પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ દર્શાવતાં તેઓએ જણાવ્યું કે ગૌ સેવા દ્વારા રાષ્ટ્રની સેવા અને રક્ષા બંને શક્ય બને છે. આ ગૌ સમ્માન આહવાન અભિયાન સંપૂર્ણપણે નિ:સ્વાર્થ અને પારદર્શક રીતે ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં કોઈપણ પ્રકારનો ચંદો કે ફાળો લેવામાં આવતો નથી. જો કોઈ વ્યક્તિ આ અભિયાનના નામે ચંદો કે ફાળો માંગે, તો તરત જ સાવચેત રહી આપેલ વોટ્સએપ હેલ્પલાઇન નંબર ૮૨૩૯૭૧૧૦૦૮ પર ફરિયાદ નોંધાવવા વિનંતી કરવામાં આવે છે. જિલ્લાભરના ગૌ પ્રેમીઓને આ અભિયાનમાં જોડાવા માટે ભાવભર્યું આહવાન કરવામાં આવ્યું છે. ધાર્મિક લાગણી, સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગૌમાતા પ્રત્યેના સન્માન સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિપૂર્ણ અને જાગૃતિમય માહોલ સર્જાશે





