Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સહાયક માહિતી નિયામકશ્રી સોનલ જોશીપુરાને બઢતી મળતાં વિદાયમાન કાર્યક્રમ યોજાયો

તા.૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
જામનગર ખાતે નાયબ માહિતી નિયામક તરીકે બઢતી
અધિકારીઓ-કર્મચારીઓએ સંસ્મરણો વાગોળીને શુભેચ્છા પાઠવી
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સહાયક માહિતી નિયામક તરીકે કાર્યરત શ્રી સોનલબેન જોશીપુરાને જામનગરમાં નાયબ માહિતી નિયામક (વર્ગ – ૧) તરીકે બઢતી મળતા સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસીયાની અધ્યક્ષતામાં તેઓનો અભિનંદન સહ વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી સોનલબેનને પુષ્પ આપીને બઢતી બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસીયાએ શ્રી સોનલબેનની કુનેહપૂર્વકની કાર્યશૈલીને બિરદાવી હતી. નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદીએ શ્રી સોનલબેનના શાંત સ્વભાવ અને સરકારી કચેરીઓ તથા પત્રકારત્વ જગત સાથે ઉત્કૃષ્ટ સંકલન કરવાની કામગીરીને વખાણી હતી તેમજ શ્રી સોનલબેને પોતાની અત્યાર સુધીની સફળ સફરમાં સાથ-સહકાર બદલ પરિવાર અને સ્ટાફનો આભાર માન્યો હતો.


આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત સહાયક માહિતી નિયામક શ્રી રાધિકા વ્યાસે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓપરેટર શ્રી કેતનભાઈ દવેએ કર્યું હતું, તેમજ અધિકારીઓ-કર્મચારીઓએ શ્રી સોનલબેન સાથેના સંસ્મરણો વાગોળીને તેઓને શુભેચ્છા પાઠવી હતી. આ તકે કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.




