RAJKOT:દેવભૂમિ દ્વારકા: ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો; 24 લાખનો મુદ્દામાલ જપ્ત





RAJKOT:દેવભૂમિ દ્વારકા: ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો; 24 લાખનો મુદ્દામાલ જપ્ત

કલ્યાણપુર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન હેઠળના માળીગામની ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનીજ ખનન (મોરમ માટી) કરી રહેલા તત્વો પર રાજકોટ રેન્જની ટીમે લાલ આંખ કરી છે. પોલીસે સ્થળ પરથી એક જેસીબી અને ત્રણ ટ્રેક્ટર સહિત કુલ ₹24,00,000/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને તેમની ટીમ સતત વોચમાં હતી.
પી.એસ.આઈ. સી.એમ.કાંટેલીયા અને સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, મિતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારીને ચોક્કસ બાતમી મળી હતી કે માળીગામના ગૌચરમાં ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને રેઇડ કરવામાં આવી હતી.

મુદ્દામાલ દરોડા દરમિયાન નીચે મુજબના વાહનો સીઝ કરવામાં આવ્યા હતા:જેસીબી: (રજી. નં. GJ-37-S-0300) ટ્રેક્ટર-1: (રજીસ્ટ્રેશન નંબર વગરનું) ટ્રેક્ટર-2: (રજી. નં. GJ-23-CF-6752) ટ્રેક્ટર-3: (રજી. નં. GJ-37-J-2970 અને ટ્રોલી નં. GJ-37-T-6071)
પોલીસે સ્થળ પરથી કસુરદાર આવળદાન નાગજીભાઈ જામ (ગઢવી) (રહે. કનકપર, તા. કલ્યાણપુર) ને ઝડપી પાડ્યો હતો. ખાણ-ખનીજ વિભાગ દ્વારા સ્થળની માપણી કરી પંચરોજકામ કરવામાં આવ્યું છે. હાલ મુદ્દામાલ અને આરોપીને આગળની દંડનીય કાર્યવાહી માટે કલ્યાણપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.



