MORBIMORBI CITY / TALUKO

RAJKOT:મોદી સ્કૂલ-બોર્ડિંગનું ઝળહળતું પરિણામ: ૧૨મા સાયન્સમાં રંજીતા ડાકાએ ૯૯.૬૭ પીઆર મેળવી મેદાન માર્યું

RAJKOT:મોદી સ્કૂલ-બોર્ડિંગનું ઝળહળતું પરિણામ: ૧૨મા સાયન્સમાં રંજીતા ડાકાએ ૯૯.૬૭ પીઆર મેળવી મેદાન માર્યું

 

રાજકોટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું વર્ષ ૨૦૨૬નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોદી સ્કૂલ (ઈશ્વરીયા-રાજકોટ) એ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખતા પરિણામોમાં ડંકો વગાડ્યો છે.

શાળાની વિદ્યાર્થીની રંજીતા ડાકાએ સાયન્સ પ્રવાહમાં ૯૯.૬૭ PR (Percentile Rank) મેળવીને શાળા તેમજ હર્બતીયાળી-ટંકારા પંથકનું નામ રોશન કર્યું છે. રંજીતાની આ અસાધારણ સફળતાએ સાબિત કરી દીધું છે કે સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શન દ્વારા કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

મોદી સ્કૂલના માત્ર એક વિદ્યાર્થીએ જ નહીં, પરંતુ સમગ્ર વિદ્યાર્થી સમૂહે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે:૯૯ થી વધુ PR: ૧૩૨ વિદ્યાર્થીઓ ૯૮ થી વધુ PR: ૨૧૧ વિદ્યાર્થીઓ ૯૫ થી વધુ PR: ૪૪૩ વિદ્યાર્થીઓ

આ શાનદાર સફળતા બદલ શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકગણે તમામ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા છે. ટંકારા પંથકમાં પણ રંજીતાની આ સિદ્ધિ બદલ હર્ષની લાગણી જોવા મળી રહી છે. શાળાની શિસ્તબદ્ધ શૈક્ષણિક પદ્ધતિ અને બોર્ડિંગ સુવિધાના ફળસ્વરૂપે આ ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું હોવાનું માનવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!