NATIONAL

રૂપિયો વધુ ગબડી રૂ.95.44ના નવા તળિયે : મોંઘવારી વકરવાની શક્યતા

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉછળતાં રૂપિયો ગબડી નવા નીચા તળીયે પટકાયો હતો. શેરબજારમાં પીછેહટ વચ્ચે કરન્સી બજારમાં આજે ડોલરમાં ઈમ્પોર્ટરો તથા ઓઈલ રિફાઈનરીઓની ખરીદી જોવા મળી હતી. ડોલરના ભાવ રૂ.૯૫.૦૯ વાળા આજે સવારે રૂ.૯૫.૩૧ ખુલ્યા પછી ઉંચામાં ભાવ એક તબક્કે ૯૫.૪૪ સુધી ઉછળ્યા પછી રૂ.૯૫.૩૮ રહ્યા હતા.

જોકે વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ  વધ્યા પછી ઘટાડા પર રહ્યાના સમાચાર હતા અને તેના પગલેરૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા મથાળેથી સાધારણ ઘટતાં રૂપિયો નવા તળીયે પટકાયા પછી ફરી ધીમા સુધારા પર રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૯૮.૪૦ તથા ઉંચામાં ૯૮.૫૮ થઈ ૯૮.૪૯ રહ્યાના નિર્દેશો હતા.

Back to top button
error: Content is protected !!