HALVAD:હળવદ જૂના દેવળીયા ગામે પોલીસની રેઇડ, રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો





HALVAD:હળવદ જૂના દેવળીયા ગામે પોલીસની રેઇડ, રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો

હળવદ પોલીસે બાતમીના આધારે જૂના દેવળીયા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી ગેરકાયદેસર દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. ૩,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી છે.

હળવદ પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે જૂના દેવળીયા ગામે રહેતો વિપુલ ઉર્ફે ભુરો દિનેશભાઈ મકવાણા પોતાના ઘરે દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન મકાનના પતરાવાળી રૂમમાંથી નીચે મુજબનો જથ્થો મળી આવ્યો હતો:દેશી દારૂ: ૧૦ લીટર (પ્લાસ્ટિકના કેનમાં ભરેલો).વિદેશી દારૂ: ‘વાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર’ની ૭૫૦ એમ.એલ.ની ૩ બોટલો.પોલીસે આ સમગ્ર જથ્થો મળી કુલ રૂ. ૩,૮૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે આરોપી વિપુલભાઈ મકવાણાની અટકાયત કરી તેની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



