MALIYA (Miyana) માળિયા (મિ): જૂના અંજીયાસર ગામે કૌટુંબિક કંકાસમાં પરિણીતા પર હુમલો, ચાર સામે ફરિયાદ





MALIYA (Miyana) માળિયા (મિ): જૂના અંજીયાસર ગામે કૌટુંબિક કંકાસમાં પરિણીતા પર હુમલો, ચાર સામે ફરિયાદ

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના જૂના અંજીયાસર ગામે કૌટુંબિક વિખવાદમાં એક પરિણીતા પર તેના જ પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બાળકોની સામાન્ય બોલાચાલીમાં સમાધાન કરાવવા ગયેલી પરિણીતાને માર મારવામાં આવતા આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, જૂના અંજીયાસર ગામે રહેતા ૨૪ વર્ષીય સાઈનાબેન ઉર્ફે સાહીનાબેન ફારૂકભાઈ મોવરના ઘરે બાળકો બાબતે સામાન્ય બોલાચાલી ચાલી રહી હતી. સાઈનાબેનના મોટી બહેન સલમાબહેન અને તેમના જેઠ હસનભાઈ વચ્ચે ચાલી રહેલી આ બોલાચાલીમાં સાઈનાબેન વચ્ચે પડીને સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
જોકે, આ મધ્યસ્થી સાસરી પક્ષના સભ્યોને ગમી ન હતી. આ વાતનો ખાર રાખીને સાઈનાબેનના પતિ અને અન્ય સભ્યોએ તેમની સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા શખ્સોએ પરિણીતાના વાળ ખેંચી નીચે પાડી દીધી હતી અને ઢીકાપાટુ તેમજ ધોકા વડે નિર્મમ માર માર્યો હતો.
આ હુમલા બાદ ભોગ બનનાર સાઈનાબેને માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નીચે મુજબના ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે:૧. ફારૂક નીજામભાઇ મોવર (પતિ),૨. નીજામભાઇ હબીબભાઇ મોવર,૩. સાઉદિન હબીબભાઇ મોવર ,૪. જુસબભાઇ નીજામભાઇ મોવર માળિયા મિયાણા પોલીસે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



