THARADVAV-THARAD
રાહ રોડ પર ખુલ્લેઆમ દારૂ વેચાણના આક્ષેપ વચ્ચે પોલીસે સ્વિફ્ટમાંથી લાખોનો જથ્થો ઝડપી પાડ્યો!

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસોએ રાહ ગામની સીમમાંથી સ્વિફ્ટ ગાડી ચેચીસ નંબર MA3FHEBISODA૯૩૦૨૮ વાળીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ- ૧૨૭૧ કિ.રૂા.૨,૬૮,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, સ્વિફ્ટ ગાડી, મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૫,૨૩,૨૦૦/- ના મુદ્દામાલની હેરાફેરી કરનાર ગાડીના ચાલક ઈસમને પકડી તેના વિરૂદ્ધ ધી પ્રોહિબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.





