JUNAGADHKESHOD

કેશોદમાં ધોરણ 10નું પરિણામ ઝળહળ્યું : વિદ્યાર્થીનીઓનો દબદબો, ટોપ-7માં દીકરીઓનો કબજો

કેશોદમાં ધોરણ 10નું પરિણામ ઝળહળ્યું : વિદ્યાર્થીનીઓનો દબદબો, ટોપ-7માં દીકરીઓનો કબજો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે. જ્યારે જુનાગઢ જિલ્લાનું પરિણામ 83.36 ટકા આવ્યું છે. કેશોદ કેન્દ્રનું પરિણામ જિલ્લાથી વધુ રહી 85.47 ટકા નોંધાતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણજગતમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.કેશોદમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરી વિદ્યાર્થીઓ કરતાં વધુ પરિણામ મેળવ્યું છે. ખાસ કરીને ટોપ-7માં પણ વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવી દીકરીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.ધોરણ 10માં અલ્ટ્રા સ્કૂલની વિદ્યાર્થીની અંતરા સોજીત્રાએ 585 માર્ક્સ મેળવી કેશોદ શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે જીનિયસ સ્કૂલની વિદ્યાર્થીની અને ક્રિષ્ના સ્કૂલની વિદ્યાર્થીનીએ 581 માર્ક્સ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે સ્થાન મેળવ્યું છે. તેમજ ન્યુ એરા પ્રોફેસર એકેડેમી સ્કૂલની વિદ્યાર્થીની તથા પાઠક સ્કૂલની વિદ્યાર્થીનીએ 580 માર્ક્સ સાથે ત્રીજો ક્રમ મેળવ્યો છે.પરિણામ જાહેર થતાં જ વિવિધ શાળાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. અલ્ટ્રા સ્કૂલ, જીનિયસ સ્કૂલ, ક્રિષ્ના સ્કૂલ, પાઠક સ્કૂલ તેમજ ન્યુ એરા પ્રોફેસર એકેડેમી સ્કૂલ દ્વારા સફળ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી અભિનંદન અને સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના સહકારને આ સફળતાનું શ્રેય આપ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા સફળ થયેલ દરેક વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!