જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ પામેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તેમજ કિટ્સનું વિતરણ કરાયું



સમીર પટેલ, ભરૂચ
પી.જી.પી ગ્લાસ લીમીટેડ જંબુસર તથા કોસંબા ગ્લાસના સૌજન્યથી સી.એસ.આર પ્રોગામ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા જંબુસર તાલુકાના ઉચ્છ્દ ગામે વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ પ્રોગ્રામ હેઠળ બ્યુટી કેર આસીસ્ટન્ટ તથા આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ૨૦ બહેનોને બ્યુટીકેર આસીસ્ટન્ટ તથા ૨૯ બહેનોને આસીસ્ટન્ટ ડ્રેસ મેકરની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સફળ થયેલ તમામ ઉમેદવાર બહેનોને પી.જી.પી ગ્લાસ લીમીટેડ તરફથી કિટ્સનું વિતરણ કરાયું હતુ. આપ્રસંગે ગામના સરપંચશ્રી વિજયસિંહ રાજ, ડે. સરપંચશ્રી દિલીપ ગોહીલ,પંચાયત સભ્યશ્રી રંજનબેન પઢિયાર, રેખાબેન ભૂપેન્દ્રસિંહ પરમાર વગેરેનાં હસ્તે કિટસ અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે પી.જી.પી ગ્લાસનાં સાઈટ હેડ શ્રીદિનેશ લોહાણા જે.એસ.એસ નાં નિયામકશ્રી ઝયનુલ સૈયદ ફિલ્ડ કો.ઓર્ડિનેટર શ્રીમતી કે.પી.કઠોલીયા તથા શ્રી જે.એસ.કાગઝી તેમજ પ્રશિક્ષકો શ્રીમતી ફાલ્ગુની પટેલ, શ્રીમતી માયાબેન બજરંગ તથા પી.જી.પી. ગ્લાસનાં શ્રી તુષાર દિક્ષીત, શ્રીઅરવીંદ પટેલ, ડો. રીમઝીમ કોઠારી, મહેકબેન, મોઈનાખાતૂન, દિવ્યા ચતુર્વેદી વગરે ઉપસ્થીત રહ્યા હતા.




