કુનબાર ગામે તંત્ર એક્ષન મુળમા, વાસ્મો કામોની અધિકારીએ સ્થળ મુલાકાત કરી, ઘટતું કરવા ખાતરી આપી,

દેડિયાપાડા ના કુનબાર ગામે તંત્ર એક્ષન મુળમા, વાસ્મો કામોની અધિકારીએ સ્થળ મુલાકાત કરી, ઘટતું કરવા ખાતરી આપી,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5617;
AI_Scene: (-1, -1);
aec_lux: 136.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 46;
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા: સાગબારા
ડેડિયાપાડા તાલુકાના કુનબાર ગામે વાસ્મો યોજના હેઠળ થયેલા કામોમાં ગડબડી અને અનિયમિતતાઓના આક્ષેપો બાદ આખરે તંત્ર સફાળે જાગ્યું છે. આમ આદમી પાર્ટીના નવનિયુક્ત ચૂંટાયેલા સભ્યો તથા ગ્રામજનો દ્વારા મીડિયામાં રજૂ કરાયેલા નિવેદનોને પગલે તા. 7 મે 2026ના રોજ સંબંધિત અધિકારીએ દ્વારા ગામની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
અધિકારીઓએ વાસ્મો યોજના હેઠળ થયેલા વિવિધ કામોની તપાસ કરી તેમજ ગ્રામજનો પાસેથી રજૂઆતો અને પ્રશ્નોની માહિતી મેળવી હતી. સાથે જ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો સાથે પણ ચર્ચા કરી કામોમાં થયેલી ખામીઓ અને ગડબડી અંગે વિગતો મેળવી હતી.
સ્થળ તપાસ દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણી, પાઇપલાઇન તેમજ કામગીરીની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવાની તેમજ જ્યાં ઘટતું હોય ત્યાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં
આવી છે.




