SUREDRANAGAR:સુરેન્દ્રનગર જીલ્લાના લખતરમાંથી નામચીન પ્રોહી બુટલેગરનો ભારતીય બનાવટનો ઈગ્લીસ દારૂનો મોટો જથ્થો જડપી પાડતી રાજકોટ રેન્જ ટીમ





SUREDRANAGAR:સુરેન્દ્રનગર જીલ્લાના લખતરમાંથી નામચીન પ્રોહી બુટલેગરનો ભારતીય બનાવટનો ઈગ્લીસ દારૂનો મોટો જથ્થો જડપી પાડતી રાજકોટ રેન્જ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા આગામી તા.૧૦-૧૧/૦૫/૨૦૨૬ ના રોજ માન.વડાપ્રધાનશ્રી નાઓનો જામનગર ખાતેના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ કરનારા ઈસમોને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઈસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.

દરમ્યાન એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પો.હેડ કોન્સ. રાજદિપસિંહ ઝાલા, પો.કોન્સ. ફતેસંગ પરમાર તથા દિલિપસિંહ સિંધવ નાઓને મળેલ ચોક્કસ હકીકત આધારે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ગામે સુથાર શેરીમાં દારૂનો જથ્થો રખાવનાર ઇમરાન ઉર્ફે મસાલ હબીબશા તથા તેનો ભાઇ શાહરૂખશા હબીબશા તથા રેડવાળી જગ્યાના કબ્જા ભોગવટો ધરાવતા અને મદદગારી કરતા ઇસમ મોઇન મુસ્તુફા અને હીરાભાઈ ભરવાડ ના રહેણાંક મકાનમાં રેઈડ કરી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ – ૭૧૬૩ તથા બીયરના ટીન નંગ-૧૦૮૦ જેની કુલ કિ.રૂ- ૨૯,૭૫, ૨૯૨/- તથા મો.સા. કિં.રૂ.૭૦,૦૦૦/- તથા તાલપત્રી-૨ કિં.રૂ.૬૦૦ મળી કુલ કિ.રૂ.૩૦,૪૫,૮૯૨/- ના મુદ્દામાલ પકડી પાડી લખતર પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે. તેમજ સદરહું ગુન્હામાં દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર તેમજ દારૂનુ વેચાણ કરવામાં મદદ કરનાર ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ આપેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી અપૂર્વ પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રીબી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ નટુભા ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ વાઘેલા, અતુલભાઈ ડાભી તથા પો.હેડ કોન્સ. રાજદિપસિંહ સતુભા ઝાલા, પો.કોન્સ. ફતેસંગ ધીરભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.



