MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૈન સોશ્યલ ગ્રુપના પ્રમુખ પદે સિનિયર એડવોકેટ જયેશભાઈ શાહની વરણી, સમગ્ર જૈન સમાજમાં હર્ષની લાગણી

MORBI:મોરબી જૈન સોશ્યલ ગ્રુપના પ્રમુખ પદે સિનિયર એડવોકેટ જયેશભાઈ શાહની વરણી, સમગ્ર જૈન સમાજમાં હર્ષની લાગણી

 

જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન સાથે જોડાયેલ અને મોરબી જિલ્લામાં છેલ્લા ૪૫ વર્ષથી પોતાની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ માટે આગવું સ્થાન ધરાવતા ‘જૈન સોશ્યલ ગ્રુપ મોરબી’ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે મોરબીના અગ્રણી સિનિયર વકીલ શ્રી જયેશભાઈ ગુણવંતરાય શાહની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે.

નવી નિમણૂક પામેલ ટીમ (વર્ષ ૨૦૨૬-૨૭):સંસ્થાના સુચારુ સંચાલન માટે જયેશભાઈ શાહની સાથે અનુભવી અને ઉત્સાહી સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે:પ્રમુખ જયેશભાઈ જી. શાહ – ઉપપ્રમુખ ધર્મેશભાઈ જી. દોશી – સેક્રેટરી ઐલેષભાઈ ગાંધી – જોઈન્ટ સેક્રેટરી સુરેશભાઈ ડી. મહેતા – ટ્રેઝરર પ્રતીકભાઈ દોશી

 

નવી ટીમમાં અનુભવી અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં:હસુભાઈ દોશી – કિશોરભાઈ દેસાઈ – પરેશભાઈ એ. મેહતા – બિપિનભાઈ જે. મેહતા – ભદ્રેશભાઈ આર. મેહતા – ઋષિભાઈ એન. દફતરી – રાજીવભાઈ એન. ગાંધી – લલિતભાઈ એચ. દોશી – ૪૫ વર્ષ જૂની આ પ્રતિષ્ઠિત સંસ્થાના સુકાની તરીકે એક બાહોશ વકીલની નિમણૂક થતા જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જયેશભાઈ શાહના નેતૃત્વમાં ગ્રુપ નવી ઊંચાઈઓ સર કરશે તેવા વિશ્વાસ સાથે મિત્રો, સ્નેહીજનો અને અગ્રણીઓ તરફથી તેમના પર સોશિયલ મીડિયા અને રૂબરૂમાં શુભેચ્છા તથા અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!