MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા આંગડીયા પેઢી લૂંટનો ફરાર આરોપી લતીપર ચોકડીથી ઝડપાયો

TANKARA:ટંકારા આંગડીયા પેઢી લૂંટનો ફરાર આરોપી લતીપર ચોકડીથી ઝડપાયો

 

મોરબી: મોરબી જિલ્લામાં નાસતા-ફરતા અને પેરોલ જંપ કરનાર આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડને મોટી સફળતા મળી છે. ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ ચકચારી આંગડીયા પેઢી લૂંટના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે ટંકારા લતીપર ચોકડી પાસેથી દબોચી લીધો છે.

 

મળતી વિગતો મુજબ, મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારામાં થયેલી આંગડીયા પેઢીની લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી દર્શીલ કરસનભાઈ બોળીયા હાલ ટંકારાની લતીપર ચોકડી પાસે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેડ કરી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

આરોપી દર્શીલ કરસનભાઈ બોળીયા (ઉંમર વર્ષ ૨૩)સરનામું: હાલ રહે. સુરત (મૂળ રહે. સાંજણાસર, તા. પાલીતાણા, જિ. ભાવનગર) ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો આરોપી દર્શીલ બોળીયા આંગડીયા લૂંટ જેવા ગંભીર ગુનામાં પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ બાદ વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે ટંકારા પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!