MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગોને નાથવા યુદ્ધના ધોરણે કામગીરી: વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને દવાનો છંટકાવ કરાયો

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગોને નાથવા યુદ્ધના ધોરણે કામગીરી: વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને દવાનો છંટકાવ કરાયો

 

 

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા એક્શન મોડમાં આવી છે. રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવૃત્તિના ભાગરૂપે પાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઘર મુલાકાત અને પોરાનાશક કામગીરી: પાલિકાની ટીમ દ્વારા વણકરવાસ, વજેપર, મારૂતિનગર, રાવળશેરી, રવીપાર્ક અને હરીજનવાસ જેવા વિસ્તારોમાં રૂબરૂ ઘર મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પાણી ભરેલા પાત્રોની ચકાસણી કરી, મચ્છરના પોરા ઉત્પન્ન થતા અટકાવવા માટે એબેટ (Abate) કામગીરી કરવામાં આવી હતી.

ફોગીંગ અને દવા છંટકાવ: મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે રાધેક્રિષ્ના, વજેપર ગટર, રબારીવાસ અને સમયગેટ પાસે આવેલા વોકળાઓમાં મચ્છરનાશક દવાના છંટકાવ સાથે ફોગીંગ મશીન ફેરવવામાં આવ્યું હતું.

જાહેર સ્થળો પર ધ્યાન: લોકોની ભીડભાડ વાળા વિસ્તારો જેવા કે શાકમાર્કેટ અને લખધીરવાસની ગટરોમાં પણ ખાસ મચ્છરનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો જેથી મચ્છરોની ઉત્પત્તિ પર લગામ લાવી શકાય.

મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે નીચે મુજબની તકેદારી રાખવા ખાસ વિનંતી કરવામાં આવી છે:

ઘર વપરાશના પાણીના તમામ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા.

રક્ષણાત્મક પગલાં: સાંજના સમયે ઘરના બારી-બારણાં બંધ રાખવા અને ઊંઘતી વખતે મચ્છરદાનીનો આગ્રહ રાખવો.

પહેરવેશ: મચ્છરો કરડે નહીં તે માટે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.સ્વચ્છતા: ઘરની આસપાસ ક્યાંય પણ બંધિયાર પાણી ભરાઈ રહેવા ન દેવું અને તેને વહેતું કરી દેવું.

નોંધ: જો કોઈ પણ વ્યક્તિને તાવ જેવા લક્ષણો જણાય, તો તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!