ARAVALLIDHANSURAMODASA

અરવલ્લી –  LCB એ ધનસુરાના રહીયોલ સીમમાં ફોર્ડ ફીગો કારમાંથી  ₹ 2.52 લાખનો વિદેશી દારૂ અને કાર કબજે કરી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી –  LCB એ ધનસુરાના રહીયોલ સીમમાં ફોર્ડ ફીગો કારમાંથી  ₹ 2.52 લાખનો વિદેશી દારૂ અને કાર કબજે કરી

અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી કામગીરી અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા મળી છે. ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહિયોલ ગામની સીમમાં એલસીબીની ટીમે ફોર્ડ ફીગો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ₹7,52,474ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. તે અનુસંધાને એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલાના નેતૃત્વમાં પો.સબ.ઇન્સ્પેક્ટર વી.જે. તોમર, પી.પી. સોલંકી, વી.ડી. વાઘેલા સહિતની ટીમ ધનસુરા વિસ્તારના રહિયોલ ગામ પાસે રેલવે ફાટક નજીક નાકાબંધીમાં હતી

આ દરમિયાન મોડાસા તરફથી એક સફેદ રંગની નંબર વગરની શંકાસ્પદ ફોર્ડ ફીગો કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. જોકે કારચાલકે ગાડી રોકવાના બદલે પુરઝડપે ધનસુરા તરફ ભગાડી દીધી હતી. પોલીસે કારનો પીછો કરતાં રહિયોલ ગામની સીમમાં રસ્તો બ્લોક હોવાથી કારચાલકે ગાડી ઉભી રાખી દીધી હતી.

ત્યારબાદ કારમાં સવાર બે ઇસમો અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા. પોલીસે કારની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂ અને બિયરની 21 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 890 બોટલ અને ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹2,52,474 આંકવામાં આવી છે. ઉપરાંત ₹5 લાખની ફોર્ડ ફીગો કાર સહિત કુલ ₹7,52,474નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.ધનસુરા પોલીસે અજાણ્યા બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલ મુદ્દામાલ

વિદેશી દારૂ અને બિયરની કુલ 890 બોટલ/ટીન

કિંમત : ₹2,52,474

ફોર્ડ ફીગો કાર

કિંમત : ₹5,00,000

વોન્ટેડ આરોપીઓ

નંબર વગરની ફોર્ડ ફીગો કારનો ચાલક

કારમાં સવાર અન્ય એક અજાણ્યો ઇસમ

Back to top button
error: Content is protected !!